નડિયાદના ગંજ બજારમાં ગંદકીથી ત્રસ્ત રહીશોનો રોષ.
નડિયાદના ગંજ બજારમાં ગંદકીથી ત્રસ્ત રહીશોનો રોષ.
Published on: 09th April, 2026

નડિયાદના ગંજ બજારમાં ગંદકીથી વેપારીઓ અને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ગટર લાઈન ચોકઅપ થવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. સફાઈ અને Parkingની યોગ્ય વ્યવસ્થા કરવા વેપારીઓએ માંગ કરી છે. ડોર-ટુ-ડોર કચરો લેવા આવતી ગાડીનો સમય પણ નિશ્ચિત નથી, જેના કારણે ગંદકી ફેલાય છે. આથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.