AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાશે.
AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાશે.
Published on: 09th April, 2026

ગુજરાતની રાજનીતિમાં મોટો ઉલટફેર સામે આવ્યો છે. AAPમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સામે થયેલા વિવાદ બાદ રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ રાજુ કરપડાએ તુલસીશ્યામથી વિસાવદર સુધી કિસાન યાત્રા કરી હતી. હવે રાજુ કરપડા કેસરિયા કરવા જઈ રહ્યાં છે. આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મુળી બેઠક પરથી ચૂંટણી લડશે. 200થી 250 ગાડીઓના કાફલા સાથે રાજુ કરપડા ગાંધીનગરના ભાજપના કમલમ્ ખાતે પહોંચી રહ્યા છે.