સુરેન્દ્રનગરમાં ઢોર પકડવાનું અભિયાન: દાળમીલ રોડ, જોરાવરનગર અને 80 ફૂટ રોડ પરથી 30 રખડતા ઢોર પકડાયા.
સુરેન્દ્રનગરમાં ઢોર પકડવાનું અભિયાન: દાળમીલ રોડ, જોરાવરનગર અને 80 ફૂટ રોડ પરથી 30 રખડતા ઢોર પકડાયા.
Published on: 09th April, 2026

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓના ત્રાસથી રાહત માટે મનપા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ કરાયું. આ અભિયાન હેઠળ દાળમીલ રોડ, જોરાવરનગર અને 80 ફૂટ રોડ પરથી 30થી વધુ પશુઓને પકડવામાં આવ્યા અને કૃષ્ણનગર પાણીની ટાંકી પાસે રાખવામાં આવ્યા. અત્યાર સુધીમાં 2258 પશુ પકડાયા છે, જેમાંથી 737 પાંજરાપોળમાં મૂકાયા, જ્યારે 604નો મનપા નિભાવ કરી રહી છે.