વડોદરા સોખડા જિલ્લા પંચાયતના સદસ્ય કિરણ રાઠોડ 24 કલાકમાં ભાજપમાં પાછા ફર્યા.
વડોદરા સોખડા જિલ્લા પંચાયતના સદસ્ય કિરણ રાઠોડ 24 કલાકમાં ભાજપમાં પાછા ફર્યા.
Published on: 09th April, 2026

વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલા નેતાઓના પક્ષાંતરથી રાજકારણ ગરમાયું છે. સોખડાના સભ્ય કિરણસિંહ રાઠોડે 24 કલાકમાં પક્ષ બદલતા ચર્ચા જાગી છે. ગઈકાલે ભાજપને 'ઝીરો' કહેનાર નેતાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો. ચૂંટણી સમયે નેતાઓ કાચિંડાની જેમ રંગ બદલી રહ્યા છે, Social Mediaમાં ટ્રોલિંગ થઈ રહ્યું છે. 24 કલાકમાં ભાજપ 'શૂન્ય' માંથી 'ટ્રિપલ એન્જિન' થઈ ગયું?