નવસારીમાં સફાઈકર્મીઓનું સન્માન કરો, ભેટ આપો, ફોટો અપલોડ કરો: સી.આર.પાટીલની અપીલ
નવસારીમાં સફાઈકર્મીઓનું સન્માન કરો, ભેટ આપો, ફોટો અપલોડ કરો: સી.આર.પાટીલની અપીલ
Published on: 27th September, 2025

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સફાઈકર્મીઓને ભેટ આપી સન્માન કરવા, ફોટો પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરવા જણાવ્યું. સફાઈકર્મીઓ શહેર સ્વચ્છ રાખે છે, તેઓને અવગણવા જોઈએ નહીં. સ્વસ્થ રહેવાનું કારણ સફાઈકર્મચારીઓ છે. નવસારીથી આ અભિયાન દેશભરમાં પહોચાડવાનું આહવાન કરવામાં આવ્યું. પાટીલે સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર ભારત માટે હાકલ કરી, 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી અભિયાન ચલાવાશે. વોકલ ફોર લોકલ સૂત્ર સાથે આગળ વધીશું.