ભરૂચમાં 6,750 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ
ભરૂચમાં 6,750 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ
Published on: 28th September, 2026

ભરૂચ જિલ્લામાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી આર્થિક રીતે સદ્ધર બનવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા એક ઝુંબેશ હાથ ધરાઈ છે. આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત એક સપ્તાહ લાંબા તાલીમ કાર્યક્રમમાં નવ તાલુકાના 54 ક્લસ્ટરમાંથી 6,750 ખેડૂતો જોડાયા હતા. નિષ્ણાતોએ ખેતરોમાં જઈ જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાફસા પદ્ધતિ જેવી પદ્ધતિઓનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું. મિશ્ર અને આંતરપાકના ફાયદાઓ સમજાવ્યા. સ્વસ્થ જમીન, સ્વસ્થ પાક, સ્વસ્થ પર્યાવરણ અને સમૃદ્ધ ખેડૂત સૂત્ર સાથે કુદરતી સંસાધનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો.