દાહોદના દે.બારીઆ પાનમ નદી સૂકાતા ભૂગર્ભ કૂવા દેખાયા
દાહોદના દે.બારીઆ પાનમ નદી સૂકાતા ભૂગર્ભ કૂવા દેખાયા
Published on: 26th June, 2026

દેવગઢબારીઆ શહેર અને આસપાસના ગામો માટે જીવાદોરી સમાન પાનમ નદીમાં ઉનાળાના અંતમાં પાણી સુકાઈ રહ્યું છે. આ નદી દેવગઢબારીઆના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડે છે. પાણી સુકાઈ જતાં નદીના પટમાં બંને ભૂગર્ભ કુવાઓ દેખાઈ રહ્યા છે. હાલ એક-બે દિવસના અંતરે પીવાનું પાણી મળે છે, પરંતુ વરસાદ ન આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. પાલિકા તંત્રને ટેન્કર દ્વારા બહારથી પાણી ખરીદવું પડી શકે છે. ભૂતકાળમાં નદી છલકાઈ રહેતી હતી, જે હવે રેતીથી ભરાઈ ગઈ છે.