અંતિમ દિવસે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
અંતિમ દિવસે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
Published on: 26th June, 2026

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે પંચમહાલના કાલોલ તાલુકાની વિવિધ શાળાઓમાં નવા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરાયું. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સાંસદ રાજપાલસિંહ જાદવે બાળકોને શાળામાં પ્રવેશ કરાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. સનસોલી, ડેરોલ ગામ અને ડેરોલ સ્ટેશન ક્લસ્ટરની શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1, ધોરણ-6 સહિત 'બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ ડ્રોપઆઉટ બાળકોને પણ ફરી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવામાં આવ્યા.