લુણાવાડા નજીક સફાઈ અને ટ્રિમિંગ વગર જ રોડ નિર્માણ શરૂ
લુણાવાડા નજીક સફાઈ અને ટ્રિમિંગ વગર જ રોડ નિર્માણ શરૂ
Published on: 26th June, 2026

લુણાવાડા નજીક નવામુવાડા ગામને જોડતા મુખ્ય રોડનું નિર્માણ સરકારી નિયમોનો ભંગ કરી અને યોગ્ય પ્રક્રિયા વિના શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રોડ બનાવતા પહેલાં આસપાસની સાફ-સફાઈ અને લેવલિંગ કરવું અનિવાર્ય છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ અંગે ચોપડા અને નવામુવાડા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. આના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ R&B વિભાગના અધિકારીઓને તાત્કાલિક સ્થળ તપાસ કરી નિયમ મુજબ કામ થાય તેવા આદેશ આપવા અપીલ કરી છે.