ડભોઇના ભીલાપુર પાસેની ઢાઢર નદી સિઝનમાં બીજીવાર બંને કાંઠે વહેતી
ડભોઇના ભીલાપુર પાસેની ઢાઢર નદી સિઝનમાં બીજીવાર બંને કાંઠે વહેતી
Published on: 26th July, 2026

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડભોઇ તાલુકાના ભીલાપુર ગામ પાસેથી વહેતી પવિત્ર ઢાઢર નદી ચાલુ વરસાદી સિઝનમાં બીજી વખત બંને કાંઠે ખળખળ વહેતી જોવા મળી છે. નદીમાં નવા નીરની વિપુલ આવક થતાં સમગ્ર વિસ્તારમાં આહલાદક માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદના અભાવે નદી સુકાઈ જવાને કારણે ખેડૂતો, પશુ-પક્ષીઓ અને પશુપાલકો પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. હવે ઢાઢર નદીમાં પાણી આવતાં જળસંકટ દૂર થયું છે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની શક્યતા વધી ગઈ છે, જે ખેતી અને જીવસૃષ્ટિ માટે વરદાન સાબિત થશે.