ભરૂચમાં ભારે પવનથી વૃક્ષ પડતાં કાર અને બાઈક દબાયા, થયું મોટું નુકસાન
ભરૂચમાં ભારે પવનથી વૃક્ષ પડતાં કાર અને બાઈક દબાયા, થયું મોટું નુકસાન
Published on: 15th July, 2026

ભરૂચ શહેરમાં શક્તિનાથ નજીક મુક્તિનગરમાં એક મોટું વૃક્ષ ભારે પવનને કારણે તેના મૂળમાંથી ઉખડી ગયું. આ વૃક્ષના કારણે પાર્ક કરેલી એક કાર અને એક બાઈક દબાઈ ગયાં હતાં. ભરૂચ નગરપાલિકાના લાશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે વૃક્ષની ડાળીઓ કાપીને બંને વાહનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.