દમણના કચીગામમાં 989 ગ્રામ ગાંજા સાથે યુવાન ઝડપાયો
દમણના કચીગામમાં 989 ગ્રામ ગાંજા સાથે યુવાન ઝડપાયો
Published on: 22nd August, 2026

દમણના કચીગામ ગામ પાસેથી પોલીસે એક યુવાન પાસેથી 989 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી રવિકુમાર સાલિકરામ પટેલને અટકાવી તેની પાસેથી ગાંજો જપ્ત કર્યો હતો. આ મામલે વધુ તપાસ માટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવાયા છે. પોલીસ હવે આ ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે સધન પુછપરછ કરી રહી છે. પોલીસ દમણના ગાંજા નેટવર્કને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહી છે.