ભરૂચ જિલ્લામાં કર્મભૂમિ બનાવી યાદવ સમાજે પ્રસરાવી સેવાની સુવાસ
ભરૂચ જિલ્લામાં કર્મભૂમિ બનાવી યાદવ સમાજે પ્રસરાવી સેવાની સુવાસ
Published on: 26th June, 2026

ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાંથી ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવનાર યાદવ સમાજે વિકાસ અને સામાજિક તાણાવાણામાં અનોખું સ્થાન મેળવ્યું છે. તેઓ માત્ર પોતાના સમાજ માટે જ નહીં, પરંતુ ભરૂચના સ્થાનિક લોકો માટે પણ મદદના દ્વાર ખુલ્લા રાખે છે. સુખ-દુઃખ, આપત્તિ કે સામાજિક કાર્યોમાં તેમની નિઃસ્વાર્થ સેવા પ્રશંસનીય છે. રોજગારી સાથે સમાજને કંઈક પાછું આપવાની ભાવના, ઉદ્યોગ-વેપારમાં સફળતા, અને સામાજિક ક્ષેત્રે યોગદાન – આ બધું જ યાદવ સમાજની ઓળખ છે. તેઓ જાતિ-ભેદભાવથી પર રહી ભાઈચારાની ભાવના સાથે ભરૂચની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બન્યા છે. આર.પી.યાદવ અને રામસિંગ યાદવ જેવા નેતૃત્વ હેઠળ યુવાનોને દેશપ્રેમ અને સામાજિક ઉત્તરદાયિત્વની પ્રેરણા મળે છે.