અમદાવાદના સિંધુ ભવન રોડ ગરબામાં ડુપ્લિકેટ પાસ કૌભાંડ
અમદાવાદના સિંધુ ભવન રોડ પર સંકલ્પ નગરી ગરબામાં ડુપ્લિકેટ પાસનું કૌભાંડ સામે આવ્યું છે. આયોજકોની જાણ બહાર વિપુલ ભીમાણી નામના શખસે વધારાના નકલી પાસ છાપી બારોબાર વેચી દીધા હતા. ક્ષમતા કરતાં વધુ ભીડ અને જૂના, રદ થયેલા પાસ સાથે ખેલૈયાઓ પકડાયા બાદ આયોજકોએ સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
