૪૫ વર્ષથી અટવાયેલો પ્રશ્ન: પુરાતત્વ વિભાગની આડોડાઇ
૪૫ વર્ષથી અટવાયેલો પ્રશ્ન: પુરાતત્વ વિભાગની આડોડાઇ
Published on: 08th August, 2026

ભુજના રા’લાખાજીની છતરડી નજીક આવેલી ૪૫ વર્ષ જૂની ૨૪-૨૫ જેટલી હાઉસિંગ સોસાયટીઓના રહીશોને આર્કિઓલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા બાંધકામ અને સમારકામમાં અડચણ ઊભી કરાતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુદ્દે નગરસેવકો અને હાઉસિંગ ફેડરેશનના પ્રતિનિધિમંડળે પ્રાંત અધિકારીને રજૂઆત કરી આર્કિઓલોજીની હદ નક્કી કરવા માંગ કરી છે. પુરાતત્વ વિભાગ પોતાની ૩ એકરની મૂળ જમીન સિવાય અન્ય માલિકીની જમીનમાંથી માપણી ગણી નોટિસો આપી રહ્યું છે, જેના કારણે દાયકાઓ જૂની સોસાયટીઓ પરેશાન છે. પ્રાંત અધિકારીએ પાંચ થી દસ દિવસમાં સ્થળ મુલાકાત લઈ ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી છે.