મેક્સિકોની ભ્રષ્ટ સિસ્ટમનો ખાત્મો કરતો માણસ: મેન ઓન ફાયર
મેક્સિકોની ભ્રષ્ટ સિસ્ટમનો ખાત્મો કરતો માણસ: મેન ઓન ફાયર
Published on: 18th September, 2026

મેક્સિકો શહેરમાં થતા અપહરણ અને ખંડણીના બિઝનેસ પર આધારિત હોલિવૂડ ફિલ્મ 'મેન ઓન ફાયર' દર્શકોને વાસ્તવિક ઘટના જેવી લાગે છે. સિસ્ટમની ક્રૂરતા અને માણસાઈના પતનને પડદા પર ગંભીરતાથી રજૂ કરતી આ ફિલ્મમાં ડિરેક્ટર ટોની સ્કોટની અનોખી દૃશ્યભાષા જોવા મળે છે. ધૂંધળી ફ્રેમ્સ, જમ્પ કટ્સ અને ડાર્ક કલર ટોન દ્વારા પરિસ્થિતિની ગંભીરતા અને માહોલની ગૂંગળામણ અનુભવાય છે. ભૂતપૂર્વ સીઆઈએ એજન્ટ જ્હોન ક્રિસી (ડેન્ઝેલ વોશિંગ્ટન) જ્યારે એક બાળકીની સુરક્ષાની જવાબદારી લે છે, ત્યારે તેની અંદરનો ખૂંખાર માણસ જાગૃત થાય છે.