સુરતના ગણેશોત્સવમાં 'જળમગ્ન દ્વારકા' થીમ
સુરતના ગણેશોત્સવમાં 'જળમગ્ન દ્વારકા' થીમ
Published on: 18th September, 2026

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન, નવી પેઢીને પૌરાણિક વારસા સાથે જોડવાના ઉમદા પ્રયાસ રૂપે નાનપુરા સેઇલર યુવક મંડળે 'જળમગ્ન દ્વારકા નગરી'ની થીમ પર ભવ્ય પંડાલ તૈયાર કર્યો છે. મોબાઈલ યુગમાં યુવાનો સંસ્કૃતિથી દૂર ન થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 25 દિવસની મહેનત બાદ તૈયાર થયેલા આ વિશાળ મોડલ દ્વારા વિદ્યાર્થીઓને ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીનો ઇતિહાસ અને પૌરાણિક વારસો સમજાવવામાં આવી રહ્યો છે. આ પહેલ શાળાઓ દ્વારા પણ આવકારવામાં આવી રહી છે.