ત્રણ પેઢીઓ એકસાથે રમી પરંપરાગત રમતો
ત્રણ પેઢીઓ એકસાથે રમી પરંપરાગત રમતો
Published on: 18th September, 2026

પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં યોજાયેલો ગણપતિ મહોત્સવ પરિવાર એકતા અને બાળ સંસ્કારનું કેન્દ્ર બન્યો છે. પ્રથમ દિવસે રમતોત્સવમાં બાળકો, માતા-પિતા અને વડીલોએ લીંબુ-ચમચી, સંગીત ખુરશી અને રસ્સાખેંચ જેવી પરંપરાગત રમતો રમી બાળપણ જીવંત કર્યું. આનાથી પંડાલમાં આત્મીયતા અને પ્રેમનો માહોલ સર્જાયો. સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે, આજના ટેક્નોલોજી યુગમાં બાળકોને જૂની રમતો અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા જરૂરી છે. આ ઉત્સવ આવનારી પેઢીને સંસ્કાર અને પરિવાર ભાવનાથી જોડવાનો પ્રયાસ છે.