પેનેલોપ ક્રૂઝ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં રડી પડ્યા
પેનેલોપ ક્રૂઝ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં રડી પડ્યા
Published on: 18th September, 2026

વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ `બંકર'ના સ્ક્રીનિંગ બાદ ૧૫ મિનિટથી વધુ સમય સુધી પ્રેક્ષકોના તાળીઓના ગડગડાટ વચ્ચે અભિનેત્રી પેનેલોપ ક્રૂઝ ભાવુક થઈને રડી પડ્યા. તેમના પતિ જેવિયર બાર્ડેમને ચુંબન કરતાં તેઓ ખૂબ જ લાગણીશીલ દેખાયા હતા. દર્શકો તરફથી મળેલા આ અપાર પ્રેમથી અભિભૂત થયેલા પેનેલોપે કહ્યું કે તેઓ આ ક્ષણને ક્યારેય ભૂલી શકશે નહીં. આ ઘટનાએ `બંકર' ફિલ્મને વેનિસ 2026ની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં સ્થાન અપાવ્યું છે.