તરણેતરનો મેળો: વરસાદ બાદ ગ્રામીણ ઓલિમ્પિક અને મોતના કૂવામાં ભાગદોડ
તરણેતરનો મેળો: વરસાદ બાદ ગ્રામીણ ઓલિમ્પિક અને મોતના કૂવામાં ભાગદોડ
Published on: 16th September, 2026

તરણેતરના મેળામાં બીજા દિવસે એક લાખથી વધુ લોકો ઉમટ્યા હતા, જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ચઢાવવામાં આવી. વરસાદનું વિઘ્ન દૂર થતાં સાતોડી, કબડ્ડી અને વોલીબોલ જેવી રમતો યોજાઈ, જેમાં રાજ્યભરના ખેલાડીઓએ ભાગ લીધો. મેળાના ત્રીજા દિવસે કુસ્તી અને રસ્સાખેંચ જેવી દેશી રમતો યોજાશે. જોકે, મોતના કૂવામાં ગેલેરીનો ભાગ તૂટતાં નાસભાગ મચી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. લાડવા ખાવાની હરીફાઈમાં ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 28 લાડવા ખાઈ પ્રથમ પુરસ્કાર જીત્યો.