રણવીરસિંહ અને દીપિકાના ઘરે ફરી દીકરીનો જન્મ
રણવીરસિંહ અને દીપિકાના ઘરે ફરી દીકરીનો જન્મ
Published on: 20th September, 2026

મુંબઇ: બોલીવુડના સ્ટાર કપલ દીપિકા પદુકોણ અને રણવીરસિંહના ઘરે આનંદના સમાચાર આવ્યા છે. કપલના ઘરે બીજી પુત્રીનો જન્મ થયો છે, જેનાથી તેમના પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરી હતી. નોંધનીય છે કે પહેલી પુત્રી દુઆના જન્મ પહેલા પણ તેમણે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા હતા અને આ વખતે પણ આ રિવાજ જાળવી રાખી બીજી પુત્રીનું સ્વાગત કર્યું છે.