ભાગેડુ કૌભાંડી લલિત મોદીના જીવન પર હવે બનશે બાયોપિક ફિલ્મ
ભાગેડુ કૌભાંડી લલિત મોદીના જીવન પર હવે બનશે બાયોપિક ફિલ્મ
Published on: 19th September, 2026

ભાગેડુ કૌભાંડી લલિત મોદીના જીવનના ઉતાર-ચઢાવ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત સાજીદ નડિયાદવાલાએ તેમના બેનર નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ હેઠળ કરી છે. સ્નેહા રજની આ ફિલ્મના લેખન અને ડેવલપમેન્ટ ટીમનું નેતૃત્વ કરશે, જે હાલ પ્રગતિ હેઠળ છે. લલિત મોદીએ અગાઉ પોતાની લાઇફ પર ફિલ્મ બનવાની વાત કબૂલી હતી. IPL કમિશનર તરીકેના વિવાદો અને એક્ટ્રેસ સુસ્મિતા સેન સાથેના તેમના જાહેર થયેલા સંબંધો જેવી બાબતો ફિલ્મમાં કેવી રીતે દર્શાવાય છે તે જોવું રસપ્રદ રહેશે.