કોમેડિયન સમય રૈનાને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
કોમેડિયન સમય રૈનાને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
Published on: 14th July, 2026

કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશોનું પાલન ન કરવા અને કોર્ટને ગેરમાર્ગે દોરવાના આરોપમાં સમય રૈના પર 3 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) થી પીડિત લોકોની મજાક ઉડાવવાના કેસમાં સમય રૈનાએ જાણીજોઈને કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. સુપ્રીમ કોર્ટે 2 અઠવાડિયામાં દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.