ભગવાન જગન્નાથને ધરાવો સ્વાદિષ્ટ રથયાત્રા સ્પેશિયલ માલપુઆ
ભગવાન જગન્નાથને ધરાવો સ્વાદિષ્ટ રથયાત્રા સ્પેશિયલ માલપુઆ
Published on: 14th July, 2026

માલપુઆ એક લોકપ્રિય ભારતીય પરંપરાગત મીઠાઈ છે, જે રથયાત્રા અને અન્ય તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે. બહારથી કરકરા અને અંદરથી નરમ માલપુઆ માટે મેંદો, રવો, દૂધ, દહીં, ખાંડ, એલચી અને વરિયાળીનું સ્મૂથ બેટર તૈયાર કરો. થોડીવાર ફૂલવા રાખી, ખાંડ-પાણીની હળવી ચાસણી બનાવો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર તળી, ગરમાગરમ ચાસણીમાં ડૂબાડી, પિસ્તા-બદામથી સજાવી પીરસો. આ સરળ રેસીપીથી તહેવારને વધુ મીઠો બનાવો.