અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોની ફાંસી યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોની ફાંસી યથાવત
Published on: 14th July, 2026

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર કર્યો છે. ડિવિઝનલ બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા 38 દોષિતોને ફાંસીની સજાને યથાવત રાખી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ સામાન્ય ગુનો નહોતો, પરંતુ દેશને અસ્થિર બનાવવાના સુનિયોજિત આતંકવાદી ષડયંત્રનો ભાગ હતો. તેનો ઉદ્દેશ શહેરમાં ભય અને અરાજકતા ફેલાવવાનો હતો. તપાસ એજન્સીઓની કામગીરીને વ્યાપક અને વિશ્વસનીય ગણાવી, નિર્દોષોને ફસાવવાની દલીલો અસ્વીકાર્ય ગણી. 56 નિર્દોષોના મૃત્યુ અને 240થી વધુ ઘાયલ થવાની ઘટનાને કોર્ટે ધ્યાનમાં લીધી.