જૂનાગઢમાં પાઠ્યપુસ્તકના હજુ ઠેકાણા નથી ને પ્રવેશોત્સવ પૂર્ણ થઈ ગયો
જૂનાગઢમાં પાઠ્યપુસ્તકના હજુ ઠેકાણા નથી ને પ્રવેશોત્સવ પૂર્ણ થઈ ગયો
Published on: 26th June, 2026

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયા છતાં જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી. બોર્ડ અને કારકિર્દી માટે મહત્વના આ ધોરણોમાં પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે. પ્રવેશોત્સવ દરમિયાન માત્ર શૈક્ષણિક કિટનું વિતરણ થયું હતું. શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ કેટલાક તાલુકાઓમાં પુસ્તકો પહોંચ્યા છે અને બાકીની શાળાઓમાં પણ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ટૂંક સમયમાં સપ્લાય કરવામાં આવશે.:::