ટેકનોલોજી ફેકલ્ટીમાં એટીકેટી પરીક્ષા માટે પ્રશ્નપત્રો તૈયાર ન હોવાથી ચિંતા
ટેકનોલોજી ફેકલ્ટીમાં એટીકેટી પરીક્ષા માટે પ્રશ્નપત્રો તૈયાર ન હોવાથી ચિંતા
Published on: 28th September, 2026

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં આગામી ૩૦ સપ્ટેમ્બરથી બીજી સેમેસ્ટરની એટીકેટી (ATKT) પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરંતુ, પરીક્ષાના માત્ર ત્રણ દિવસ બાકી હોવા છતાં હજુ સુધી પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા નથી. સામાન્ય રીતે, પરીક્ષાના દસ દિવસ પહેલા અધ્યાપકોને પ્રશ્નપત્ર તૈયાર કરવાના ઓર્ડર મળે છે, પરંતુ આ વખતે તે મળ્યા નથી. આના કારણે કયા વિભાગના કયા અધ્યાપક પ્રશ્નપત્ર બનાવશે તે નક્કી નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ છે.