વિરોધ વચ્ચે ફરી NEET પરીક્ષા: ગુજરાતમાંથી 78800 વિદ્યાર્થીઓ
વિરોધ વચ્ચે ફરી NEET પરીક્ષા: ગુજરાતમાંથી 78800 વિદ્યાર્થીઓ
Published on: 21st June, 2026

વિરોધ અને આક્રોશ વચ્ચે, NEET-UG Exam આજે ૨૧ જૂને દેશભરના અને વિદેશના મળીને ૫૪૪૦ કેન્દ્રોમાં ફરી લેવાશે. જોકે, ગુજરાતના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ ન કરતાં પરીક્ષા ન આપે તેવી શક્યતા છે. ગુજરાતના ૭૮૮૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પ્રથમવાર ૧૫ મિનિટનો વધુ સમય મળતાં પરીક્ષા સવા ત્રણ કલાકની રહેશે. કડક સુરક્ષા વ્યવસ્થા અને અનેક લેયરની તપાસ વચ્ચે આ પરીક્ષા યોજાઈ રહી છે.