રાજપીપળા કોલેજમાં રેગિંગ વિરોધી જાગૃતિ માટે એન્ટી-રેગિંગ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
રાજપીપળા કોલેજમાં રેગિંગ વિરોધી જાગૃતિ માટે એન્ટી-રેગિંગ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
Published on: 19th August, 2026

શ્રી મહારાજા રાજેન્દ્રસિંહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળામાં વિદ્યાર્થીઓમાં રેગિંગ વિરોધી જાગૃતિ લાવવા અને કેમ્પસને રેગિંગમુક્ત બનાવવા માટે એક એન્ટી-રેગિંગ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, PI મનોરમા માય, એન્ટી-રેગિંગ સેલના નોડલ અધિકારી ડૉ. રાહુલ ઠક્કર અને અન્ય સભ્યો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. PI મનોરમા માયે રેગિંગના સ્વરૂપો, તેની અસરો અને કાયદાકીય નિયમો વિશે માર્ગદર્શન આપ્યું.