ગોધરામાં કેરળ અને સાબરકાંઠાના શિક્ષકોને અન્યાય સામે શિક્ષકોનું આવેદન
ગોધરામાં કેરળ અને સાબરકાંઠાના શિક્ષકોને અન્યાય સામે શિક્ષકોનું આવેદન
Published on: 19th August, 2026

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. સાબરકાંઠાના શિક્ષકને મધ્યાહન ભોજન યોજના હેઠળ કરાયેલી ફરજમુક્તિ અને ચાર્જશીટના આદેશ પર પુનર્વિચાર કરી રદ કરવાની અને મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી. કેરળના શિક્ષક શ્રી ગુરુ પ્રસાદનું સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર અને શૈક્ષણિક સ્વતંત્રતા અંગે પ્રશ્નો પૂછવા બદલ કરાયેલ સસ્પેન્શન તાત્કાલિક પરત ખેંચવા વડાપ્રધાન અને રાજ્યપાલને અપીલ કરી.