ભરૂચના ફરોડ ગામ શ્રી કામનાથ હાઈસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી
ભરૂચના ફરોડ ગામ શ્રી કામનાથ હાઈસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી
Published on: 19th August, 2026

ઘોઘંબા તાલુકાના ફરોડ ગામ સ્થિત શ્રી કામનાથ હાઈસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાળા સંચાલક મંડળના મંત્રી સામતભાઈ પરમારે ધ્વજ વંદન કર્યું. રાષ્ટ્રધ્વજને સલામી આપી સૌએ ઝંડા ગીત અને રાષ્ટ્રગીત ગાઈ શહીદોને અંજલિ આપી. વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવી માહોલને દેશભક્તિમય બનાવ્યો. વિદ્યાર્થિનીઓએ દેશભક્તિ ગીત રજૂ કર્યું. કાર્યક્રમનું આયોજન આચાર્ય તેજસભાઈ શાહ અને શિક્ષકોએ કર્યું.