TET પરીક્ષા ફરજિયાત સામે પ્રાથમિક શિક્ષક સંઘના ધરણાં
TET પરીક્ષા ફરજિયાત સામે પ્રાથમિક શિક્ષક સંઘના ધરણાં
Published on: 21st June, 2026

સુપ્રીમ કોર્ટના ૨૯ મે ૨૦૨૬ના ચુકાદા મુજબ, શિક્ષક તરીકે સેવા ચાલુ રાખવા અને બઢતી મેળવવા માટે પ્રાથમિક શિક્ષકોને TET ફરજિયાત લાયકાત માટે ૩૧ ઓગસ્ટ ૨૦૨૮ સુધીનો સમય અપાયો છે. આના લીધે રાજ્યના શિક્ષકોમાં ચિંતા છે. મહેસાણા સહિત રાજ્યમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત સામે બે દિવસ ધરણાં કરાયા. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી, ટેટ રજૂઆત અને શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો પર TET લાગુ ન કરવા સહિતના છ મુદ્દા રજૂ કરી, ભારત સરકારને નીતિગત હસ્તક્ષેપ કરવા વિનંતી કરાઈ.