વાલીઓને નામ-અટક-જાતિ સુધારવા DEO કચેરીના ધક્કા ખાવા નહીં પડે
વાલીઓને નામ-અટક-જાતિ સુધારવા DEO કચેરીના ધક્કા ખાવા નહીં પડે
Published on: 11th August, 2026

SSC અને HSC પરીક્ષાના ફોર્મ ભરતા પહેલા વિદ્યાર્થીઓના નામ, અટક કે જાતિમાં રહેલી ભૂલો સુધારવા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા 'કચેરી આપના દ્વારે' કાર્યક્રમ હેઠળ ખાસ સુધારણા કેમ્પનું આયોજન કરાયું છે. 13 ઓગસ્ટ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાનારા આ કેમ્પમાં દરખાસ્તોની સ્થળ પર જ ચકાસણી કરી એક દિવસમાં નિકાલ કરાશે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓને DEO કચેરીના ધક્કા ખાવા નહીં પડે. મદદનીશ શિક્ષણ નિરીક્ષકો અને IEDSS વિશિષ્ટ શિક્ષકોની ટીમો તૈનાત રહેશે.