વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ૧૨૭ ગોલ્ડ મેડલ છોકરીઓના નામે
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ૧૨૭ ગોલ્ડ મેડલ છોકરીઓના નામે
Published on: 19th September, 2026

એમ.એસ.યુનિવર્સિટીના ૭૫મા પદવીદાન સમારોહની તૈયારીઓ વચ્ચે, ગોલ્ડ મેડલ વિજેતાઓની યાદી જાહેર થઈ છે. આ વર્ષે પણ છોકરીઓએ મેડલ જીતવામાં છોકરાઓને પાછળ છોડી દીધા છે. કુલ ૨૦૨ ગોલ્ડ મેડલમાંથી ૧૨૭ છોકરીઓને અને ૭૫ છોકરાઓને એનાયત કરવામાં આવશે. આ નિર્ણય ગોલ્ડ મેડલના ભાવ વધારા અને ૨૫ વર્ષ જૂના મેડલની બાદબાકીના કારણે લેવાયો છે. ગત વર્ષે ૩૫૪ મેડલ હતા, જે હવે ૨૦૨ થયા છે.