જામનગરની મોબાઇલ દુકાનમાં બીયરનું ગેરકાયદેસર વેચાણ
જામનગરની મોબાઇલ દુકાનમાં બીયરનું ગેરકાયદેસર વેચાણ
Published on: 19th September, 2026

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં એક મોબાઇલની દુકાનમાં ગેરકાયદેસર રીતે બીયરનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સીટી-સી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં દુકાનમાંથી ભારતીય બનાવટની બીયરની 15 બોટલો, જેની કિંમત રૂ.1,350 થાય છે, તે કબજે કરી હતી. દુકાન માલિક નરેન્દ્રસિંહ જેઠવા પાસેથી બીયર રાખવા માટે કોઈ પાસ-પરમીટ ન મળતાં પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.