અમદાવાદમાં પ્રોપર્ટી કાર્ડના નામે 1.20 લાખની ઠગાઈ
અમદાવાદમાં પ્રોપર્ટી કાર્ડના નામે 1.20 લાખની ઠગાઈ
Published on: 19th September, 2026

અમદાવાદમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવાના નામે ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી રાજેશ પરીખે પાંચ વર્ષ જૂની મિત્રતાનો લાભ ઉઠાવી, સરકારી વિભાગોમાં ઓળખાણ હોવાનો દાવો કરી એક દંપતી પાસેથી 1.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહેસૂલ વિભાગના નાયબ અધિકારીના બોગસ સહી-સિક્કાવાળા બનાવટી કાગળો પણ આપ્યા હતા. સમગ્ર મામલે ભાંડો ફૂટતાં ભોગ બનનાર મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.