અમદાવાદ: પીરાણા ખુલ્લી ગટર લાઈનમાં પડી ગયેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીની 30 કલાક બાદ પણ શોધખોળ ચાલુ
અમદાવાદ: પીરાણા ખુલ્લી ગટર લાઈનમાં પડી ગયેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીની 30 કલાક બાદ પણ શોધખોળ ચાલુ
Published on: 12th October, 2026

અમદાવાદના નારોલ પાસે ગણેશનગર નજીક શનિવારે બપોરે ડ્રેનેજ લાઈનમાં પડી ગયેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીની 30 કલાકથી વધુ સમય વીતી જવા છતાં કોઈ ભાળ મળી નથી. ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે શોધખોળ ચાલી રહી છે, પરંતુ ડ્રેનેજ વિભાગ તરફથી લાઇનનો નકશો ન મળતાં કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ છે. આ ઘટનામાં તંત્રની બેદરકારી સ્પષ્ટપણે ઉજાગર થઈ છે. બાળકી જે મુખ્ય ડ્રેનેજ લાઈનમાં પડી છે તેમાં કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે શોધખોળ અત્યંત કપરું બની ગયું છે. જો બાળકી નદીમાં વહી ગઈ હશે તો ધોળકા તરફના ગામડાંઓમાંથી મળવાની શક્યતા છે.