વડોદરાના અલકાપુરીમાં હરિયાણાના સેલ્સમેન પર ત્રણ જણાનો હુમલો
વડોદરાના અલકાપુરીમાં હરિયાણાના સેલ્સમેન પર ત્રણ જણાનો હુમલો
Published on: 12th September, 2026

વડોદરાની જુદાજુદા સલૂનમાં કોસ્મેટિકના સાધનોના માર્કેટિંગ માટે ફરી રહેલા હરિયાણાના યોગેશ કોહલી અને સેલ્સ ગર્લ ગઇકાલે બપોરે પ્રોડક્ટિવિટી રોડ પર ગયા હતા અને બહાર નીકળીને કારમાં બેસવા જતા હતા ત્યારે રબી દિનેશગિરી અને તેના બે મિત્રોએ તેને અટકાવ્યો હતો. આરોપીએ તેના ઓફિસના રૃપિયાને લગતી વાત કરી બોલાચાલી કરી હતી.સેલ્સમેને આ વાત કંપનીના એચઆર સાથે કરવા કહેતાં તેને ગાળો ભાંડીને માર મારવામાં આવ્યો હતો,જેથી અકોટા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.