અમદાવાદના ત્રણ ચોર લાંઘણજ પોલીસની ઝપટમાં
અમદાવાદના ત્રણ ચોર લાંઘણજ પોલીસની ઝપટમાં
Published on: 12th September, 2026

એક મહિના પહેલાં મહેસાણાના વોટરપાર્ક નજીક પેટ્રોલ પંપે પાર્ક કરેલી ટ્રકમાંથી 150 લીટર ડીઝલની ચોરીના આરોપી અમદાવાદના ત્રણ શખ્સોને લાંઘણજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 120 લીટર ડીઝલ અને એક કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ તપાસતા શંકાસ્પદ ગાડી મળી આવી હતી. આ ગાડીમાંથી ડીઝલ ભરેલા કેરબા અને ત્રણ શખ્સો મળતાં પોલીસે તેમને દબોચી લીધા હતા. પૂછપરછમાં તેઓએ ટ્રકમાંથી ડીઝલ ચોર્યાની કબૂલાત કરી હતી.