વિવાહ પાર્ટી પ્લોટ પર સરકારી જમીન પર દબાણ: 12 લાખનો દંડ.
વિવાહ પાર્ટી પ્લોટ પર સરકારી જમીન પર દબાણ: 12 લાખનો દંડ.
Published on: 09th May, 2026

રાજકોટ નજીક પાળ ગામમાં વિવાહ પાર્ટી પ્લોટ સરકારી ખરાબાની 2870 વાર જમીન પર બનાવેલો હોવાનું લોધિકા મામલતદારે તપાસમાં જણાયું. બિનખેતી વગર બાંધકામ અને સરકારી જમીન પર દબાણ બદલ 12 લાખનો દંડ ફટકારાયો. માલિકે દંડ ભરી દબાણ દૂર કર્યું.