મામાએ ભણવા આવેલી ભાણી પર ખરાબ નજર રાખી.
મામાએ ભણવા આવેલી ભાણી પર ખરાબ નજર રાખી.
Published on: 21st March, 2026

મૂળ ઉત્તર પ્રદેશની 18 વર્ષીય યુવતી અભ્યાસ કરવા અમદાવાદમાં સગા મામાના ઘરે રહેવા આવી હતી. ત્યારે મામાએ પોતાની ભાણી ઉપર જ ખરાબ નજર રાખી હતી. મામાએ ભાણી પર ખરાબ નજર રાખી તેની પાસે અઘટિત માંગણીઓ કરી હતી. જેથી છેલ્લા દોઢ વર્ષથી મામાની આવી કરતુતોથી કંટાળી છેવટે યુવતી વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી અને પોલીસની મદદ લીધી હતી. રખિયાલ પોલીસે યુવતીના મામા વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ કરી છે. મામાએ ભાણી પર ખરાબ નજર રાખવાનું શરૂ કર્યું મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી 18 યુવતી સલમા(નામ બદલ્યું છે) અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં રહેતા તેના મામા યુસુફ (નામ બદલ્યું છે)ના ઘરે આવી હતી. યુવતીએ બે વર્ષ પહેલા સલમાન ઉત્તર પ્રદેશમાં પોતાના વતનથી વધુ અભ્યાસ કરવા માટે અમદાવાદ ખાતે આવેલી કોલેજમાં એડમિશન લીધું હતું. રખિયાલ વિસ્તારમાં યુવતી તેના મામાની સાથે રહેતી હતી અને કોલેજમાં એડમિશન લેતા પોતે કોલેજ કરતી હતી. શરૂઆતના બે-ચાર મહિના સલમાને સારી રીતે રાખતા હતા, પરંતુ ત્યારબાદ તેના મામા યુસુફે સલમા ઉપર ખરાબ નજર કરવાનું ચાલુ કર્યું હતું. જોકે સલમા પોતાનું કરિયર બનાવવા અને અભ્યાસ કરવા માટે અમદાવાદ આવી હોવાના કારણે સહન કરતી હતી. યુવતી પાણી આપવા જતી ત્યારે કમરથી પકડી લેતા સલમા જ્યારે ઘરમાં હાજર હોય ત્યારે તેના મામા શરીરના અંગો ઉપર ખરાબ રીતે હાથ અડાડતા હતા. પાણી આપવા જતી ત્યારે કમરથી પકડી લેતા હતા, જ્યારે ઘરમાં સૂઈ જતી ત્યારે તેના ઉપર તેના મામા સુઈ જતાં અને હોઠ ઉપર ચુંબન કરતા હતા. મામાએ પોતાની ભાણીને સાથે સૂવા માટે અવારનવાર બિભત્સ માંગણીઓ કરી હતી. છેવટે આ બાબતે કંટાળીને સલમાએ પોતાના મામીને જાણ કરી હતી, પરંતુ તેમણે તેમની ઉપર વિશ્વાસ કર્યો નહોતો. રજાઓમાં સલમા પોતાના વતન ખાતે ગઈ ત્યારે તેમણે તેના માતા-પિતાને પણ વાત કરી હતી, પરંતુ તેની વાત સાંભળી નહીં અને તેની માતાએ ઈજ્જત ન જાય તેથી આ બાબતે કોઈને વાત નહીં કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ફરીથી અભ્યાસ કરવા માટે અને ઈજ્જત ન જાય તેના માટે યુવતી મામાના ઘરે રહી સહન કરતી હતી. આખરે કંટાળી યુવતી ઘર છોડીને ભાગી ગઈ અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છેલ્લા એક દોઢ મહિનાથી તેના મામા યુસુફ સલમાને કોલેજ પણ જવા દેવતા નહોતા. કોલેજમાં પરીક્ષા હતી ત્યારે તેના મામા તેને લેવા મૂકવા માટે આવતા હતા ત્યારે પણ અવારનવાર શરીરે ખરાબ રીતે અડતા હતા અને ખરાબ રીતે જોતા હતા. આ બાબત સલમાને પસંદ નહોતી જેથી તેના મામીને ફરીથી વાત કરી હતી. ત્યારબાદ તેના મામીએ તેના પતિને તમે શેના માટે ભાણી સાથે બિભત્સ માંગણીઓ કરી હેરાન કરો છો કહેતા તેના મામાએ યુવતી પાસે આવીને કહ્યું હતું કે, તું મારી પત્નીને મારા વિરુદ્ધ ભડકાવે છે. જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. મામા દ્વારા આવું વર્તન કરવામાં આવ્યું અને અવારનવાર આ રીતે ખરાબ નજરે જોતા છેવટે સલમા વહેલી સવારે ઘર છોડીને નીકળી ગઈ હતી અને પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે સલમાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં મામા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.