જામનગર શહેર-જિલ્લામાં જુગારધામો પર પોલીસના મોટા દરોડા
જામનગર શહેર-જિલ્લામાં જુગારધામો પર પોલીસના મોટા દરોડા
Published on: 22nd August, 2026

જામનગર પોલીસ દ્વારા છેલ્લા 24 કલાકમાં જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં કુલ 11 સ્થળોએ દરોડા પાડી 14 મહિલાઓ સહિત 71 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આ દરમિયાન કુલ રૂ. 2,28,610 ની રોકડ રકમ અને ગંજીપત્તા કબજે કર્યા છે. જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા જુગારધારાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.