Appleનો મોટો ઝટકો: રૂ. 10 હજારથી 1 લાખ રૂપિયા સુધી મોંઘી થશે પ્રોડક્ટ્સ
Appleનો મોટો ઝટકો: રૂ. 10 હજારથી 1 લાખ રૂપિયા સુધી મોંઘી થશે પ્રોડક્ટ્સ
Published on: 26th June, 2026

એપલે ભારતમાં પોતાના MacBook અને iPadની કિંમતોમાં રૂ.10,000થી રૂ.1 લાખ સુધીનો વધારો કર્યો છે. કંપનીના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે RAM અને મેમરી ચિપની વધતી કિંમતો તેમજ AI ટેક્નોલોજીને કારણે વધેલી માંગને પગલે ભાવ વધારવો પડ્યો છે. MacBook Neo, MacBook Air, MacBook Pro અને iPad Air સહિત અનેક મોડલ મોંઘા થયા છે. હાલ iPhoneની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી, જોકે આગામી સમયમાં તેમાં પણ વધારો થવાની શક્યતા છે.