થ્રી લેંગ્વેજ પોલિસીમાં મોટો ફેરફાર!
થ્રી લેંગ્વેજ પોલિસીમાં મોટો ફેરફાર!
Published on: 26th June, 2026

CBSEએ નવી શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળની ત્રિભાષીય નીતિના અમલમાં રાહત આપી છે. હાલ ધોરણ 7થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જૂના ભાષા નિયમો યથાવત રહેશે અને તેઓ બે વિદેશી ભાષાઓ સાથે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપી શકશે. નવી ત્રિભાષીય નીતિ, જેમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ ફરજિયાત છે, હવે માત્ર ધોરણ 6માં નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પર લાગુ થશે અને તેઓ આગળના ધોરણોમાં પણ એ જ ભાષા સંયોજન જાળવી શકશે.