IND vs IRE : વૈભવ સૂર્યવંશી ઈતિહાસ રચવાથી ચૂક્યો!
IND vs IRE : વૈભવ સૂર્યવંશી ઈતિહાસ રચવાથી ચૂક્યો!
Published on: 26th June, 2026

આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી, જેના કારણે સૌથી ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટતા બચી ગયો. ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવ્યું કે અનુભવી અને સતત સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. IPL 2026માં વૈભવે 776 રન અને 237થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.