વેરાવળમાં મચ્છી ઉતારવા મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી, 6 ઇજાગ્રસ્ત અને 13 સામે ગુનો નોંધાયો.
વેરાવળમાં મચ્છી ઉતારવા મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી, 6 ઇજાગ્રસ્ત અને 13 સામે ગુનો નોંધાયો.
Published on: 21st March, 2026

ગીર સોમનાથના વેરાવળના જાલેશ્વરમાં માછીમારોના બે જૂથો વચ્ચે માછલી ઉતારવા બાબતે બોલાચાલી થતા સશસ્ત્ર અથડામણ થઈ, જેમાં લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરોનો ઉપયોગ થયો. આ ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને પોલીસે 13થી વધુ આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ ચાલુ છે.