જામનગરમાં બાઇક ધીમી ચલાવવા કહેતા 4 શખ્સોનો હુમલો
જામનગરમાં બાઇક ધીમી ચલાવવા કહેતા 4 શખ્સોનો હુમલો
Published on: 22nd August, 2026

જામનગરના ભીમવાસ વિસ્તારમાં શેરીમાંથી મોટરસાઇકલ પુરપાટ ઝડપે ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ ચાર શખ્સોએ એક યુવાન અને તેને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર પર લોખંડના પાઇપથી હુમલો કર્યો. બંને યુવકોને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવ અંગે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.