પ્રેમજાળમાં ફસાવી યુવકે કોલેજિયન યુવતી સાથે કર્યું દુષ્કર્મ
પ્રેમજાળમાં ફસાવી યુવકે કોલેજિયન યુવતી સાથે કર્યું દુષ્કર્મ
Published on: 22nd August, 2026

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કોલેજિયન યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું. આરોપીએ અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 14.39 લાખ રૂપિયાના સોનાના દાગીના પડાવી લીધા. આ કેસમાં અમરાઈવાડીના હાર્દિક પંચાલની સામે ફરિયાદ નોંધાઈ છે, જે પીડિતાનો પૂર્વ ક્લાસમેટ હતો. આરોપીએ પરિવારોને સંબંધની જાણ હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો અને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. આર્થિક મદદ માંગ્યા બાદ દાગીના લઈ લીધા, જે વેચી મારવામાં આવ્યા. પોલીસ હાલ કડક કાર્યવાહી કરી રહી છે.