જામનગરમાં જૂની બોલાચાલીનો ખાર રાખી તલવાર-કુહાડીથી હુમલો
જામનગરમાં જૂની બોલાચાલીનો ખાર રાખી તલવાર-કુહાડીથી હુમલો
Published on: 26th August, 2026

જામનગર શહેરના કલ્યાણચોક વિસ્તારમાં મેડિકલ પાસે જૂની બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ તલવાર અને કુહાડી વડે હુમલો કરતાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ફરિયાદી સીરાજ જુમાભાઈ ખીરાના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ દવા લેવા ગયા ત્યારે સમીર ગફારભાઈ સમાએ ગાળાગાળી કરી હતી. ત્યારબાદ સમીર, તેના કાકા ફીરોઝભાઈ દલ, રઝાક બોદુભાઈ દલ અને સકીલ બોદુભાઈ દલ ત્યાં આવી હુમલો કર્યો હતો. કાસીમ અને દિલાવરભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.