રક્ષાબંધન પર બહેનોને સુરત પાલિકાની ખાસ ભેટ
રક્ષાબંધન પર બહેનોને સુરત પાલિકાની ખાસ ભેટ
Published on: 26th August, 2026

રક્ષાબંધનના પવિત્ર અવસર પર સુરત મહાનગરપાલિકાએ બહેનો અને તેમના બાળકો માટે ખાસ જાહેરાત કરી છે. તા. 28 ઓગસ્ટ, શુક્રવારે, સુરત પાલિકા સંચાલિત તમામ BRTS અને સીટી બસોમાં મહિલાઓ તેમજ 15 વર્ષ સુધીના બાળકોને વિના મૂલ્યે મુસાફરીની સુવિધા આપવામાં આવશે. આ ભેટ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીના પર્વ નિમિત્તે આપવામાં આવી છે, જેથી બહેનોને પોતાના ભાઈના ઘરે જવા-આવવામાં કોઈ આર્થિક બોજ ન પડે. આ મફત મુસાફરીનો લાભ સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરનારાઓને મળશે.